Remote Learning Excellence

Distance Learning Program

Bringing Gyanmanjari's expertise to your doorstep with our comprehensive DLP curriculum.

DLP Program

100%

Syllabus

Top

Faculty

What is DLP?

આપ જાણો છો કે વર્તમાન સમયમાં ધોરણ ૧૨ સાયન્સ પછી વિદ્યાર્થીઓ વિશાળ ફલક પર એન્જીનિયરિંગ તથા મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ લેવા ઈચ્છુક હોય છે. જેમાં પ્રવેશ મેળવવા હાલના સમય પ્રમાણે વિદ્યાર્થીએ એન્જીનિયરિંગ માટે JEE / GUJCET તથા મેડિકલ માટે NEET ની Entrance test આપવી પડે. આ પરીક્ષા All India level એક સાથે યોજાય છે. જેનો સિલેબસ NCERT પ્રમાણે હોય છે જેના પરિણામને આધારે ઉપરોક્ત શાખાઓમાં પ્રવેશ મેળવી શકાય છે.

NEET / JEEનો અભ્યાસક્રમ NCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ હોય છે. તે અભ્યાસક્રમ અંગેની તમામ માહિતી કોઈ એક જ બૂક દ્વારા ઉપલબ્ધ થવું ઘણું મુશ્કેલ હોય છે. જેના માટે ઘણી રેફરન્સ બૂકના અભ્યાસ દ્વારા અલગ અલગ ટોપીકની ઊંડાણપૂર્વક તૈયારી કરવી પડે છે. ભાવનગરની જ્ઞાનમંજરી વિદ્યાપીઠ NEET / JEE અંગેની સચોટ તૈયારી માટે ગુજરાતની અગ્રગણ્ય સંસ્‍થા છે. તેના અનુભવી શિક્ષકો દ્વારા તે અંગેનું Study Materials તૈયાર કરવામાં આવેલ છે. જે અત્યાર સુધી સંસ્થાના જ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થતું હતું. પરંતુ સંસ્થા દ્વારા ચાલુ વર્ષે Distance Learning Program (DLP) અંતર્ગત આ સ્ટડી મટિરિયલ્સ અને ટેસ્ટ સિરીઝ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સમક્ષ મુકતા હર્ષની લાગણી અનુભવીએ છીએ.

આ સ્ટડી મટિરિયલ્સ, ટેસ્ટ સિરીઝ અને સંસ્થાના સચોટ માર્ગદર્શન દ્વારા 10 વર્ષના ટૂંકાગાળમાં MBBS માં આશરે ૯૮૩ વિદ્યાર્થીઓ તેમજ એન્જીનિયરિંગ ક્ષેત્રે ખ્યાતનામ NITS / IIT'S /એન્જીનિયરિંગ કોલેજમાં આશરે ૩૫૦૦ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે. જ્ઞાનમંજરી કેરિયર એકેડેમીના "Distance Learning Program" (DLP) માં આપને સંસ્થાના મુખ્ય તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલ NEET અને GUJCET / JEE / BOARD નું સ્ટડી મટિરિયલ્સ, ટેસ્ટ સિરીઝ, MCQ's વગેરે આપવામાં આવશે. જે આપને તૈયારી માટે ખુબ જ ઉપયોગી થશે.

મેડિકલ, એન્જીન્યરીંગ, JEE, NEET, BOARD, GUJCET વગેરે પ્રકારની એકઝામીનેશન ક્ષેત્રે ખુબજ ટૂંકાગાળામાં દેશની ટોપ ક્લાસ સંસ્થાઓમાં જ્ઞાનમંજરી સ્કૂલના વિદ્યાર્થીઓ મેળવી ચુક્યા છે.

આ મુદ્દાને ધ્યાનમાં લઈને, હવેથી જે વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જીન્યરીંગ, JEE, NEET, BOARD, GUJCET ક્ષેત્રમાં એકદમ સરળતાથી ૧૦૦% સફળતા મેળવવા ઇચ્છતા હોય તેવા મહેનતુ વિદ્યાર્થીઓ માટે DLP (ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ) દ્વારા સંસ્થાના મુખ્ય વિષયના, અનુભવી શિક્ષકો દ્વારા તૈયાર થયેલ મટીરીયલ્સ, ટેસ્ટ સિરીઝ, અને MCQ હવે આપને સરળતાથી મળશે. આ સંદર્ભે વિશેષ માહિતી માટે નીચે દર્શાવેલ ફોન નંબર તેમજ વેબસાઇટ પર સંપર્ક કરવો.

સંપર્ક માહિતી

સ્થળ: જ્ઞાનમંજરી કેરિયર અકડેમી, પ્લોટ નં. B-6300, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ પાસે, કાળિયાબીડ, ભાવનગર.

મોબાઇલ: 70690 20211, 70690 20212, 70690 20213

983+

MBBS Placements

3500+

Engineering Success

Ready to Start Your Journey?

Get access to professional study materials and test series prepared by Gujarat's finest educators.

Enquire for DLP Program